મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ મહિલા બુટલેગર મોરબીમાં ૨૪૫ લીટર દારૂ સાથે મળી આવી..!
મોરબીના જેતપર રોડ ઉપર ખાડાના લીધે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક આશાસ્પદ યુવાનનું મોત
SHARE









મોરબીના જેતપર રોડ ઉપર ખાડાના લીધે સર્જાયેલા અકસ્માતમાં વધુ એક આશાસ્પદ યુવાનનું મોત મોરબીના જેતપર રોડ ઉપર ખાડાના કારણે અવારનવાર નાના-મોટા અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેવામાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે ખાડો તરવવા જતાં પાછળ આવી રહેલા બાઇક ચાલક યુવાનને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી જતાં યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ મોરબીના ગાળા ગામના રહેવાસી અને હાલમાં નવી પીપળી ગામે સિલ્વર પાર્ક સોસાયટીની અંદર રહેતા હિતેશભાઈ ગોવિંદભાઈ કુંડારીયા (૪૯) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર કેએ ૨૨ બી ૨૧૯૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના જેતપર રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપથી આગળના ભાગમાં રસ્તા ઉપરનો ખાડો તારવવા માટે થઈને ટ્રક ચાલકે ક્લીનર સાઈડમાં પોતાનો ટ્રક પાછળ જોયા વગર લઇ લીધો હતો જેથી કરીને તેનો દીકરો મયુરભાઈ હિતેશભાઈ કુંડારિયા (૨૦) પાછળ તેનું બાઇક નંબર જીજે ૩ એચજે ૮૧૬૩ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને અડફેટે લીધો હતો અને મયુરના માથા ઉપરથી ટ્રકનું વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને મયુરનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું હાલમાં મૃતક મયુરના પિતા હિતેશભાઈની ફરિયાદ લઈને પોલીસે ઘટના સ્થળે જ વાહન છોડીને નાશી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે થઇને તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના જેતપર રોડ ઉપર વર્ષોથી ખાડા હોવાના કારણે અવારનવાર નાના-મોટા અને જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે તેવામાં વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નિપજયું છે ત્યારે જન આશીર્વાદ યાત્રા લઈને મોરબીમાં આવેલા અહીના જ ધારાસભ્ય કે જેઓની યાત્રા ગઇકાલે મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થઈ હોવાથી તેઓએ પણ રસ્તાની પરિસ્થિતિને જોયેલી છે ત્યારે નવો રોડ જયારે બને ત્યારે પરંતુ હાલમાં બીજા કોઈ આશાસ્પદ યુવાન કે અન્ય વ્યકતીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ ન નીપજે તે માટે નક્કર કામગીરી તેમના દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણી છે. |
