વાંકાનેરમાં ગાંધી જયંતિ નિમિત્તે દુર્લભ ફૂલછોડનું રાહત દરે વેચાણ કરાયું
લે બોલ, મોરબીના લોહાણાપરામાં ખુલ્લી ગટર બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
લે બોલ, મોરબીના લોહાણાપરામાં ખુલ્લી ગટર બંધ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી શહેરના લોહાણાપરા વિસ્તારમાં આવેલ ખુલ્લી ગટરમાં વારંવાર ગાય પડે છે ત્યારે સ્થાનિક લોકો તેને કાઢે છે જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને આ મુદે લેખિતમાં રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી શહેરમાં લોહાણાપરા વિસ્તારમાં ખુલ્લી ગટર ઘણા સમયથી છે જેની વારંવાર પાલિકાનું ધ્યાન દોરવા છતાં હજુ સુધી તેનું નિરાકરણ કરવામાં આવેલ નથી અને ગટરમાં વારંવાર ગાય પડે છે ત્યારે સ્થાનિક લોકો તેને કાઢે છે જો કે, આગામી દિવસોમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ છે ? તેવો સવાલ કરવામાં આવેલ છે