માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE











મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના નાગડાવાસ ગામના પાટિયા નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેસની ચોરી કરતાં હતા ત્યારે પોલીસે રેડ કરીને સ્થળ ઉપરથી ટેન્કર, બોલેરો ગાડી સહિત ૨૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો આ ગુનામાં વાહન ચાલકોને પકડવાના બાકી છે જે ગુનામાં પોલીસે હોટલ ભાડે રાખનારા હોટલના સંચાલકની ધરપકડ કરી હતું જે આરોપીના જામીન માટે મોરબીની કોર્ટમાં વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

થોડા દિવસો પહેલા મોરબીના નાગડાવાસ ગામના પાટીયા પાસે માલાણી હાઇવે હોટલના ગ્રાઉન્ડમાં રેડ કરી હતી ત્યારે ગેસની ચોરી કરીને ભરવામાં આવેલ બાટલા, બોલેરો અને ટેન્કર નંબર કેએ ૧ એએમ ૯૯૨૧ મળી સહિત કુલ મળીને ૨૮,૦૫,૪૦૬ નો મુદ્દામાલ કબ્જે કરેલ હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને વાહન છોડીને નાસી ગયેલા આરોપી સહિતનાઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં જે હોટલ પાસે વાહનો ઊભા રાખીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી તે માલાણી હાઇવે હોટલ ભાડે રાખનારા સંચાલક ચુનીલાલ રામલાલ લેગા જાતે જાટ (૨૮) રહે. માળીયા હાઇવે નાગડાવાસ પાટીયા પાસે માલાણી હાઇવે હોટલ મોરબી વાળાની પોલીસે ધરપકડ કરેલ હતી આ આરોપીના જામીન માટે વકીલ દેવ  કે. જોષી મારફતે અરજી મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપી તરફે  વકીલ  ફેનિલ જે. ઓઝા તથા દેવ  કે. જોષી  રોકાયા હતા. તેમની ધારદાર દલીલો ધ્યાને લઈને તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને સેકન્ડ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે હતા. આ કેસમાં સીનીયર વકીલ જગદીશભાઈ એ.ઓઝા, ફેનિલભાઈ જે.ઓઝા, દેવ કે. જોષી તથા શહેનાઝબેન ડી. સુમરા રોકાયા હતા




Latest News