મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા માટેલ જતાં રાજકોટના પદયાત્રી વુદ્ધાનું મોત


SHARE







વાંકાનેરના અમરસર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા માટેલ જતાં રાજકોટના પદયાત્રી વુદ્ધાનું મોત

રાજકોટના કેવડાવાળી વિસ્તારમાં રહેતા વૃદ્ધા પગપાળા ચાલીને માટેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે વાંકાનેર કૂવડવા રોડ ઉપર આવેલ શીત કેન્દ્ર દૂધની ડેરી અમરસર પાસે અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધાને હડફેટ લીધા હતા જેથી કરીને તેઓ રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથા અને શરીરે ઇજાઓ થઈ હતી અને તેઓનું મોત થયું હતું જે બનાવમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલકની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના કેવડાવાડી શેરી નં-૫ માં ગુંદાવાડી શાક માર્કેટ પાસે રહેતા મધુસુદનભાઈ જાદવજીભાઈ સોજીત્રા જાતે પટેલ (૬૭)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે ૩ સીએમ ૯૯૧૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓના પત્ની મનિષાબેન મધુસુદનભાઈ સોજીત્રા જાતે પટેલ (૬૩) રહે. કેવડાવાડી શેરી નં-૫ રાજકોટથી પગપાળા ચાલીને માટેલ ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બાઈક ચાલકે તેઓને શીત કેન્દ્ર દૂધની ડેરી અમરસર પાસે હડફેટે લીધા હતા અને ફરિયાદીના પત્ની રસ્તા ઉપર ફંગોળાઈ જતા તેઓને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News