મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના દિવાનપરામાં બાંધકામનો કાટમાળ તોડતા સમયે ઇજા પામેલા બે વ્યક્તિના મોત


SHARE







વાંકાનેરના દિવાનપરામાં બાંધકામનો કાટમાળ તોડતા સમયે ઇજા પામેલા બે વ્યક્તિના મોત

વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ જૂની પીજીવીસીએલની કચેરીનો કાટમાળ તોડવા માટેની કામગીરી કરવામાં આવી હતી દરમિયાન દરવાજા ઉપરથી છજુ પડતા અને દિવાલ પડવાના કારણે કુલ મળીને બે મજૂરો ત્યાં દટાયા હતા જે પૈકીના એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, એક યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું પણ મોત નીપજયું હતું આમ આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિઓના મોત નીપજયાં છે જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ દિવાનપરા વિસ્તારમાં જૂની પીજીવીસીએલની કચેરીનું ભાડા વાળુ બિલ્ડીંગ ખાલી પડ્યું હતું જે બિલ્ડીંગનું નવીનીકરણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જૂના બાંધકામને તોડવા માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્યાં દિવાલ પડવાના કારણે અરજણભાઈ રાજેશભાઈ બાલસિંગ જાતે ભીલ (૧૮) નામના યુવાનની ઉપર તે દિવાલનો કાટમાળ પડતાં તેનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજ્યું હતું જો કે, આ ઘટનામાં દરવાજા ઉપરનું છજુ માથા ઉપર પડવાથી મૂનસિંગ કેનસિંગ ડામોર (૪૫) રહે. ગોકુલનગર ઝૂપડા વાંકાનેર વાળાને ગંભીર ઇજા થઇ હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી અકસ્માતની આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિઓના મોત નીપજયાં છે તે અંગેની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મુનસિંગ ડામોરને સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરી છે આ અકસ્માતની ઘટનાના કારણે આઠ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવેલ છે






Latest News