આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરાયું


SHARE













વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતા ઉષ્માભેર સ્વાગત કરાયું

વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહાનુભાવો હસ્તે રાણેકપર ગ્રામ પંચાયતમાં ઓ.ડી.એફ ફ્રી તથા સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચશ્રીને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે લીડ બેંક હેઠળની વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા કિશાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો.  ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રાણેકપર ગામના સરપંચ હુશેનભાઈ શેરશીયા, અગ્રણીશ્રી જ્યોત્સનાબેન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, પશુપાલન, બેંક સહિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તથા રાણેકપર શાળાના શિક્ષકઓ, સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા.






Latest News