મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મસ્તીમાં ગુદાના ભાગે એર કમ્પ્રેસરથી હવા ભરી દેતા યુવાન સારવારમાં


SHARE







વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં મસ્તીમાં ગુદાના ભાગે એર કમ્પ્રેસરથી હવા ભરી દેતા યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં કામગીરી પૂરી કરીને યુવાન પોતાના લેબર કવાર્ટર તરફ જઈ રહ્યો હતો ત્યારે યુવાન કપડા અને શરીર ઉપર ચોટેલ માટી એર કમ્પ્રેસરની નળીથી ઉડાવી રહ્યો હતો ત્યારે તેના મિત્રએ મસ્તીમાં ગુદાના ભાગે એર કમ્પ્રેસરની નળી યુવાનને મૂકી દીધી હતી જેથી યુવાનના શરીરમાં હવા ભરાઈ જવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ રેડ સ્ટોન કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો બબલુ હરીહર પુઈયા (૪૦) કારખાનામાં ગઈકાલે રાત્રિના આઠેક વાગ્યાના સમયે પોતાની કામગીરી પૂરી કરીને પોતાની ઓરડી તરફ જઈ રહ્યો હતો ત્યારે શરીર અને કપડા ઉપર ચોંટેલી માટી એર કમ્પ્રેસરની નળીથી ઉડાવી રહ્યો હતો દરમિયાન ત્યાં તેની સાથે કામ કરતા તેના મિત્ર કનૈયા ભુરીયાએ એર કમ્પ્રેસરની નળી બબલુને ગુદાનાં ભાગે મૂકી દીધી હતી જેથી કરીને તેને શરીરમાં હવા ભરાઈ જવાના કારણે તે યુવાને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બબલુ છેલ્લા બે મહિનાથી ત્યાં કારખાનામાં કામગીરી કરવા માટે આવેલ છે અને તેને સંતાનમાં ત્રણ દીકરા અને બે દીકરી છે

બાઇક સ્લીપ

લીંબડી તાલુકાના બાવળા ગામના રહેવાસી મહેશભાઈ હરજીભાઈ (૨૧) નામનો યુવાન મોરબીના જેતપર રોડે રંગપર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આર કે સિરામિક નજીક રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ જવાના કારણે તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

વૃદ્ધનું મોત

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે આવેલ રામપાર્કમાં રહેતા અમરાભાઇ પાલાભાઈ જાદવ (૫૮) નામના વૃદ્ધનું બીમારી સબબ મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો જયેશ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જસપાલસિંહ ચલાવી રહ્યા છે






Latest News