મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ઘર-કારમાં નુકશાન અને મારી નાખવાની ધમકી દેવાના રાયોટિંગના ગુનામાં ૬ આરોપીની ધરપકડ


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે ઘર-કારમાં નુકશાન અને મારી નાખવાની ધમકી દેવાના રાયોટિંગના ગુનામાં ૬ આરોપીની ધરપકડ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને બે મહિલા સહિત કુલ મળીને આઠ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે મહિલા અને તેના ભાઈને ગાળો આપીને મહિલાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ તેઓના ઘરના બારી, દરવાજામાં અને એક ગાડીમાં ધોકા-ધારિયાના ઘા તથા ઇંટોના કટકા મારીને નુકસાની કરવામાં આવી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે ૬ આરોપીની ધરપકડ કરેલ છે

મૂળ બેલા રંગપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર કેનાલની બાજુમાં ડિજિટલ કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુનીતાબેન ખીમજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૩૫)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ કિશોરભાઈ સુમેસરા, દક્ષાબેન રાજેશભાઈ સુમેસરા, ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઈ સુમેસરા, પીન્ટુ પરમાર, ગજન રમેશભાઈ બારોટ, કિશોરભાઈ મેઘજીભાઈ સુમેસરા, જસુબેન કિશોરભાઈ સુમેસરા અને ધર્મેશ કિશોરભાઈ સુમેસરા રહે. બધા રફાળેશ્વર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે રફાળેશ્વર ગામે રહેતા તેઓના ભાઈ અજયભાઈ ચૌહાણને અગાઉ ગજન રમેશભાઈ બારોટ સાથે માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને રફાળેશ્વર ગામે તેઓના ભાઈ અજયભાઈ ચૌહાણના મકાન પાસે આરોપીઓ પાવડા, ધોકા અને ધારિયા લઈને આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના ભાઈ અજયભાઈ જગદીશભાઈ ચૌહાણના ઘરે ફરિયાદી તેમજ સાહેદો હાજર હતા તેને ગાળો આપી હતી અને ફરિયાદીના ભાઈ અજયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીના મકાનમાં આગળ અને પાછળના બારી દરવાજામાં ધોકા મારીને નુકસાની કરવામાં આવી હતી અને સાહેદ સુલતાન ઉર્ફે પારસની ક્રેટા ગાડીમાં ધારિયા અને ધોકા તેમજ ઈંટના કટકા મારીને નુકસાની કરવામાં આવી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા આ ગુનામાં ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઈ સુમેસરા (૨૭), ધર્મેશ કિશોરભાઈ સુમેશરા (૨૭), રાજેશ કિશોરભાઈ સુમેસરા (૩૫), પીન્ટુ વિનોદભાઈ પરમાર (૨૨), ગજેન્દ્ર ઉર્ફે ગજન રમેશભાઈ બાંભણિયા (૨૪) અને કિશોર મેઘજીભાઈ સુમેસરા (૫૮) રહે બધા રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ઇટાલિક સીરામીક ખાતે રહેતા રેખાબેન કાલુભાઈ ગુર્જર (૩૫) નામની મહિલા મોરબી નજીકના લાલપર ગામ પાસે હતી ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેના ઈજા થઈ હતી જેથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે




Latest News