મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે બેંકના એટીએમ પાસે કોઈ કારણોસર યુવાનનું મોત


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે બેંકના એટીએમ પાસે કોઈ કારણોસર યુવાનનું મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંકના એટીએમ પાસે કોઈ કારણોસર યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કેશોદનો રહેવાસી યુવાન હાલ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે રહેતો હતો અને કોઈ કામ ધંધો કરતો ન હોય ભિક્ષાવૃત્તિ કરતો હતો દરમિયાન મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમ પાસે કોઈ કારણોસર તે યુવાનનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાન પુનીતભાઈ કાંતિભાઈ ભાલોડીયા (૩૭) ના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી આ બનાવની મોરબ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોની ખાતે રહેતા રમીલાબેન જગદીશભાઈ સોલંકી (૪૫) નામની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેના પતિ જગદીશભાઈ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે




Latest News