મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટાઉનહોલ પાસે જુગાર રમતા બે શખ્સની ૧૦,૬૫૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE







વાંકાનેરમાં ટાઉનહોલ પાસે જુગાર રમતા બે શખ્સની ૧૦,૬૫૦ ની રોકડ સાથે ધરપકડ

વાંકાનેર શહેરમાં ટાઉનહોલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૦,૬૫૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના ટાઉનહોલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રણછોડભાઈ સોમાભાઈ સાગઠીયા જાતે અનુ. જાતી (૪૫) રહે. આંબેડકર નગર શેરી નં-૩ વાંકાનેર તથા અશોકભાઈ છગનભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (૩૮) રહે. આંબેડકર નગર શેરી નં-૫ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૦,૬૫૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખાખરેચી ગામે રહેતા અમિતભાઈ જયંતીલાલ ગોહિલ (૩૦) નામનો યુવાન બાઈક લઈને મોરબીના જેતપર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર લિપ મીલ પાસે તેનું બાઈક કોઈ કારણસર સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલ અમિતભાઈને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. પરમાર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ સીએનજી પમ્પની બાજુમાં રહેતા દેવજીભાઈ જેન્તીભાઈ કાલરીયા (૩૦) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સોબર સીરામીક સામે રસ્તા ઉપર કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News