મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે મફતીયાપરામાં ઘરમાંથી ૧૧૭ બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ


SHARE









મોરબીના મકનસર પાસે મફતીયાપરામાં ઘરમાંથી ૧૧૭ બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના મકનસર ગામે મફતીયાપરામાં મકાનમાં દારૂ હોવાની હક્કિત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમે ત્યાં મકાનમાંથી દારૂની રેડ કરી હતી ત્યારે ઇગ્લીશ દારૂની ૧૧૭ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને ગુનો નોંધીને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હરેશભાઇ આગલ તથા રમેશભાઈ રાજાભાઈને મળેલ હક્કિત આધારે મોરબી તાલુકાના મકનસર ગામ ગોકુલનગર મફતીયાપરામાં મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે રાજદિપસિંહ જોરૂભા દવેરાના ઘરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રહેણાંક મકાનના બાથરૂમમાંથી દારૂની અલગ બ્રાન્ડની ૧૧૭ બોટલ જેની કિંમત ૩૭,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજદિપસિંહ જોરૂભા દવેરા જાતે દરબાર (૨૫) રહે. ગોકુલનગર, મફતીયુપરૂ, મકનસર વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લઈને આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે અને હાલમાં આગળની તપાસ પીએસઆઈ વી.જી. જેઠવા ચલાવી રહેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સ્સ સિનેમાની સામેના ભાગમાં દેવદૂત કારખાનાની સામે રહેતા ગીતાબેન વિનુભાઈ સોલંકી (૪૦) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News