મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા કેસર કલમી આંબા, મધુનાશીના રોપા અને ફૂલછોડનું રાહત દરે વિતરણ


SHARE

















મોરબીમાં નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા કેસર કલમી આંબા, મધુનાશીના રોપા અને ફૂલછોડનું રાહત દરે વિતરણ

મોરબીમાં આગામી રવિવારે નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા કેસર કલમી આંબા, મધુનાશીના રોપા અને ફૂલછોડનું રાહત દરે વિતરણ કરાશે.વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા, દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર તેમજ હર્બલ ટી તેમજ માટીના વાસણો તાવડી, પાટિયા, માટીના કુંડા, રસોડાને ઉપયોગી લાકડાની વસ્તુઓ, અગરબત્તી, વાંસના ચકલીઘર, દોરીના ચકલીઘર, હરડે પાવડર, સિંધાનમક, ખાતર, માટલાં, ગોરા વગેરેનું પણ રાહતદરે વિતરણ કપાશે.

વિવિધ જાતના વનસ્પતિના બીજનું વિનામુલ્યે વિતરણ બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા મળસે.નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેના રોપાનું રાહત દરે વિતરણ કરાશે.આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપાઓ મળશે.તેમજ ફૂલછોડમાં કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ (૧૫ જાતના રંગવાળા) ના રોપાઓ તથા મોગરો, મયુરપંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એક્શ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.એલોવેરા જેલ,અલોવેરા જ્યુસ અને સપ્ત્ચુર્ણ અને વિવિધ જાતના કઠોળ, અળસીયાએ બનાવેલ ખાતરઆ બધું ખેડૂતોના લાભાર્થે રાહતદરે વેચાણ કરાશે.મોરબીના ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર પાસે તા.૧૦-૧૦ ને રવિવારે સવારે ૮:૩૦ થી ૧ યોજાશે વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા (પ્રમુખ-નવરંગ નેચર ક્લબ-રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક સાધવા જણાવાયેલ છે.

મોરબીમાં ૧૧ મી ઓકટોબર વિશ્વ દ્રષ્ટી દિવસનાં અનુસંધાને પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારાં માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ દ્વારાં ૧૧ મી ઓકટોબર એટલે કે વિશ્વ દ્રષ્ટિ દિવસનાં અનુસંધાને સ્પર્ધાનું આયોજન કરાયેલ છે. WHO નાં મતે વિશ્વનાં આશરે ૨.૨ અબજ લોકો અંધાપા અને દ્રષ્ટિની ખામીથી પીડાય છે આ પૈકી એક અબજ લોકોની આ ખામી નિવારી શકાય તેમ છે.વિશ્વ દ્રષ્ટિ દિવસે કેટેગરી મુજબ આરોગ્ય પ્રશ્નોત્તરીનું  આયોજન કરવામાં આવેલ છે જેમાં ઘરબેઠાં કેટેગરી મુજબ પ્રશ્નોનાં જવાબોનો વિડીયો બનાવીને તા.૧૧-૧૦ રાતના નવ વાગ્યા સુધીમાં એલ.એમ.ભટ્ટ.(મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઈપણ એક વૉટ્સેપ નંબર ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.




Latest News