મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી: નેશનલાઇઝ બેંકમાં અધિકારી-કર્મચારીઓની ભરતીમાં ગુજરાતીઓને પ્રાધાન્ય આપવા સીએમને રજૂઆત


SHARE









મોરબી: નેશનલાઇઝ બેંકમાં અધિકારી-કર્મચારીઓની ભરતીમાં ગુજરાતીઓને પ્રાધાન્ય આપવા સીએમને રજૂઆત

ગુજરાતમાં નેશનલાઇઝ બેંકમાં નવા સ્ટાફની ભરતીમાં ૯૦ ટકા હિન્દી ભાષી આઉટ સ્ટેટના સ્ટાફને લેવામાં આવે છે કારણ કે, ભરતીનું ટોપ મેનેજમેન્ટ આઉટ સ્ટેટનું હોવાથી ગુજરાતીઓને લેવામાં આવતા નથી. જે હિન્દી ભાષી બેંકમાં નિષ્ફળ ગયેલ છે. જેના કારણો મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ હાલમાં સીએમને રજૂઆત કરી છે

ગુજરાતનાં ગામડાની બેંકોમાં હિન્દી ભાષી આવતા પુરતી સગવડ સહકાર મળતો નથી. જેમકે હિન્દીમાં બોલવાની ફરજ પાડે છે. હિન્દીમાં બોલો તો જ જવાબ આપે છે નહીંતર જવાબ આપતા નથી. ગુજરાતી સમજતા નથી તેથી માણસો ખાતા બંધ કરી બીજે પ્રાઇવેટ બેંક કે ડીસ્ટ્રીકટ બેંકમાં જતા રહે છે. પૈસા જમા કરવાના ફોર્મ, ખાતા ખોલવાના ફોર્મ ભરી આપતા નથી. ગામડાની પબ્લીક સાથે કોઇ કોન્ટેક નથી. આ તો ગુજરાતના ગામડાની આર્થિક સધ્ધરતાને લીધે ઓટોમેટીક કામ મળે છે અને ગામમાં બીજી બેંક હોતી નથી જો ગામડામાં ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક કે પ્રાઈવેટ બેંક છે ત્યાં લોકો જતા રહે છે. દા.ત. ૧૪માં નાણા પંચ કે ૧૫ માં નાણાપંચ માટે મોરબી તાલુકાના ૯૯ ગામડા છે દરેક ગામડે એવરેજ ૨૦ લાખ દર વર્ષે ગ્રાન્ટ મળે છે. પહેલા નાણાપંચના ખાતા જે તે ગામની બેંકમાં હતા. આખા તાલુકાના ખાતા પ્રાઇવેટ બેંકમાં જતા રહ્યા તો પણ મેનેજર ને ખબર નથી એટલું જ નહીં ગામના પ્રથમ નાગરીક સરપંચ/તલાટીને ઓળખતા પણ નથી. કયારેય પણ તેમનો કોન્ટેક કરેલ નથી. 

આમ હિન્દી ભાષી ગામડાની બેંકમાં નિષ્ફળ ગયેલ છે છતાં હિન્દી ભાષીને નોકરીએ લેવામાં આવે છે. આ હિન્દી ભાષીની ભરતીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. સ્ટોપ મેનેજમેન્ટના નેટીવ પ્લેસમાંથી જ ભ્રષ્ટાચારથી ગોઠવણ થઇને આવે છે. તો આવા ભરતીના પાવર જે તે રાજયએ લઈ લેવા જોઈએ. હિન્દી ભાષીને ગુજરાતી લખવા, વાંચતા, બોલતા આવડતું હોય અને છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ તો જ લઇ શકાય, તો જ હિન્દી ભાષીને લેવા જોઈએ. હિન્દી ભાષીને જો આ પ્રમાણે હિન્દી ભાષીની ભરતી કરવામાં આવશે તો નેશનલાઇઝ બેંકની ગામડાની શાખામાં તાળા લાગી જશે. તેની જગ્યાએ પ્રાઇવેટ બેંક તથા ડીસ્ટ્રીકટ બેંક તરફ પબ્લીક જતી રહેશે. એગ્રીકલ્ચર બીઝનેશ ૨૦ ટકા દર વર્ષે વધવો જોઇએ તે વધતો નથી, અમુક શાખામાં એગ્રીકલ્ચર ધીરાણ ઘટતુ જાય છે. એગ્રીકલ્ચર ધીરાણ દેશનું પ્રાયોરેટી ધીરાણ છે. જે વધવુ જોઇએ નેશનલાઇઝ બેંકમાં ફરીયાદ સાંભળવામાં આવતી નથી. તેમજ બ્રાંચ કે રીજીયન ઓફીસ તરફથી ફરીયાદના જવાબ મળતા નથી.

ચાલુ બેંકે નવો સ્ટાફ કન્ટીન્યુ મોબાઇલ ચાલુ જ હોય છે. પબ્લીક લાઈનમાં રાહ જોતી ઉભી હોય છે. તે ચાલુ બેકે સ્ટાફે મોબાઈલ સ્વીચ ઓફ રાખવા જોઈએ આ અંગે મે મોરબી શાખામાં અને રીજીનયમાં ફરીયાદ કરેલ તો કોઈ જવાબ મળેલ નથી ! ગામડાની નેશનલાઈઝ બેંક ડેવલોપ કરવી હોય અને ગામડાના લોકોની સેવા કરવી હોય તો હિન્દી ભાષી ની ભરતી બંધ કરો અને બેન્કે  ભરતીના  પાવર ગુજરાતને આપવા જોઈએ અત્રે ઉલેખનીય છે કે, પહેલા સૌરાષ્ટ્ર ગ્રામીણ  બેંકમાં ગુજરાતીઓ જ લેવામાં આવતા હતા બીન ગુજરાતી ચેરમેન આવતા આઉટ સ્ટેટની ભરતી કરવામાં આવે છે. જો આ બાબતે યોગ્ય કરવામાં નહિ આવે તો  ગુજરાતમાં બેકાર યુવાનો ભવિષ્યમાં આંદોલન કરશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ ઉચ્ચારેલ છે.




Latest News