ટંકારાના પ્રભુચરણ આશ્રમ ખાતે એફ્પો સંસ્થા દ્વારા ખેડૂતોને તાલીમ
મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ
SHARE









મોરબીના રાજપરમાં યોજાશે ગૌશાળાના લાભાર્થે નાટક: “વિજુડી” કરશે જમાવટ
મોરબી તાલુકાનાં જુદાજુદા ગામોમાં નવરાત્રિ દરમ્યાન ગૌશાળાના લાભાર્થે જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકાના રાજપર ગામમાં આગામી શનિવારે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુટ્યુબ સ્ટાર વિજુડી પણ ત્યાં હાજર રહીને લોકોને પેટ પકડાવીને હસાવશે
મોરબી તાલુકાના રાજપર ગામમાં નિરાધાર ગાય માતાનો નિભાવ ગામ દ્વારા કરવામાં આવે છે અને આ ગામમાં દર વર્ષે નવરાત્રીમાં ગાયોના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૯ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે ‘સેતલનાં કાંઠે આલણ દેવરો’ ઐતિહાસિક નાટકનું આયોજન કરેલ છે. ત્યારે નકલંક ધામ-બગથળાના દામજી ભગત આશીર્વચન આપવા માટે આવશે અને યુટ્યુબ સ્ટાર વિજુડી અને તેની ટીમ પણ ત્યાં હાજર રહેશે અને લોકોને પેટ પકડાવીને હસાવશે માટે આ કાર્યક્ર્મનો લાભ લેવા અને ગૌ સેવાના કામમાં મદદ કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે
