માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સક્ષમ: અરવિંદ રૈયાણી


SHARE

















મોરબી સિવિલ હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન બને તેઓ આધુનિક પ્લાન્ટ મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કર્યો લોકાર્પણ

મોરબી સિવિલ હોસ્પિટલમાં આજે રાજ્યના મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે પીએસએ ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર ન આવે તેના માટે ભગવાનને પ્રાથના કરું છું પરંતુ જો આવે તો દર્દીઓને હેરાન ન થવું પડે તે માટે ક્રેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે જેના ભાગરૂપે મોરબી સિવિલ હોસ્પિટલમાં પીએસએ ઓક્સીજન પ્લાન્ટ અર્પણ કરવામાં આવેલ છે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રાષ્ટ્રવ્યાપી સામૂહિક પી.એમ. કેર્સ પીએસએ ઓક્સીજન પ્લાન્ટનું આજે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧૮ જીલ્લામાં પીએસએ ઓક્સીજન પ્લાન્ટને લોકાર્પણ કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ મોરબીના ટાઉનહોલ ખાતે રાખવામા આવ્યો હતો તેમાં રાજ્યના વાહન વ્યવહારનાગરિક ઉડ્ડયનપ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા  અને રિશિપભાઇ કૈલા, પાલિકા પ્રમુખ કુસુમબેન કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અનિલભાઈ મહેતા, જયોતિસિંહ જાડેજા, મંજુલાબેન દેત્રોજા સહિતના આગેવાનો અને કલેક્ટર જે.બી. પટેલ સહિતના અધિકારીઓએ હાજર રહયા હતા

ત્યારે મંત્રી સહિતના આગેવાનો, હોદેદારો અને અધિકારીઓનાં હસ્તે છેલ્લા બે વર્ષમાં કોરોના દરમ્યાન સારી કામગીરી કરનારા આરોગ્ય વિભાગના ડોકટર અને અન્ય સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ લોકોને સંબોધતા મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ કહ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને મોરબી સહિત ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. કેર્સ ફંડમાંથી હવામાંથી ઓક્સિજન એકત્ર કરતાં પ્લાન્ટને લોકાર્પણ કરવામાં આવેલ છે અને કોરોનાની બીજી લહેરના અનુભવના આધારે લોકોને ઝડપથી સારવાર મળે તે માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં સરકારી હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ સહિતના આરોગ્ય સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં મોરબી સિવિલને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે તેની સાથો સાથ આગામી ડિસેમ્બર મહિનાથી રાજકોટની એમ્સ હોસ્પિટલમાં ઓપીડી શરૂ થશે જેથી કરીને તેનો લાભ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો વિના મૂલ્યે લાભ મળશે આમ લોકોના આરોગ્યની પણ સરકાર સતત ચિંતા કરી રહી છે આટલું જ નહિ પરંતુ લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા નિર્ણય લઈને ઝડપથી તેનો અમલ પણ કરી રહી છે




Latest News