મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત
મોરબી જિલ્લાના એડવોકેટ માટે શનિવારે યોજાશે ઓનલાઈન તાલીમ
SHARE









મોરબી જિલ્લાના એડવોકેટ માટે શનિવારે યોજાશે ઓનલાઈન તાલીમ
મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયા (મિયાણા) બાર એસોસિએશનના પ્રેસિડેન્ટને મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટના રજીસ્ટ્રાર એ.એચ. દવે દ્વારા જાણ કરવાં આવી છે કે, રાજ્ય કક્ષાના તાલીમ કાર્યક્રમ દરમ્યાન ચોથા તબક્કા હેઠળ એડવોકેટ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે તાલીમ યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન આપવામાં આવશે
ગુજરાત હાઈકોર્ટના તા. ૬/૧૦ પત્ર મુજબ રાજ્ય કક્ષાના તાલીમ કાર્યક્રમના ચોથા તબક્કા હેઠળ એડવોકેટ માસ્ટર ટ્રેનર્સ માટે તા. ૯/૧૦ ને શનિવારના રોજ તાલીમ કાર્યક્રમ (ECT - 004-2021) નું આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમ ગુજરાત હાઇકોર્ટ યુટ્યુબ ચેનલ પર https : //www.youtube.comec/GujaratHighCourtLive પર લાઇવ સ્ટ્રીમ થશે જેથી મોરબી જિલ્લાના તમામ બાર એસોસિએશનના એડવોકેટઓ આ લીંક પર જઈને તાલીમનો લાભ લઇ શકે તે માટે વધુમાં વધુ બહોળી સંખ્યામાં એડવોકેટઓમાં લીંક શેર કરવા તેમજ તે અંગે યોગ્ય કરવા સ્થાનિક પ્રેસિડેન્ટને જાણ કરવામાં આવી છે
