ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સક્ષમ: અરવિંદ રૈયાણી
મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત
SHARE









મોરબીના શનાળા ગામેથી નીકળેલ મંત્રી અરવિંદ રૈયાણીની જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર કરાયું સ્વાગત
ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા હાલમાં જુદા-જુદા જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે ત્યારે રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદભાઇ રૈયાણી મોરબી આવ્યા હતા અને મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા બાદ તેની જન આશીર્વાદ યાત્રા મોરબી થી રાજકોટ તરફ જવા માટે રવાના થઈ હતી ત્યારે વીરપર, ધ્રુવનગર, ટંકારા સહિતના ગામોમાં મંત્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે તેઓને કુમકુમ તિલક કરી આવકાર સાથે સન્માન આપવામાં આવ્યું હતું ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, મોરબી યાર્ડના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા સહિતના આગેવાનો તેની સાથે રહ્યા હતા
