મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા લખમીપુરના દોષીતોને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા લખમીપુરના દોષીતોને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
ઉત્તરપ્રદેશના લખમીપુરમાં ખેડૂતો ઉપર કાર ચડાવીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેના ઘેરા પડઘા હાલમાં મોરબી સહિત દેશમાં પડી રહ્યા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસની સૂચન મુજબ મોરબી જિલ્લા ઓબીસી સેલના પ્રમુખ રાજુભાઇ આહિરની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને દોષિત આરોપીને કડક સજા કરવાની માંગ કરી છે ત્યારે ઓબીસી મહામંત્રી અને મોરબીના પ્રભારી પ્રવિણભાઇ મૈયડ, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, કિસાન સેલના પ્રમુખ ભાવેશભાઈ, માલધારી સેલ પ્રદેશ ઉપપ્રમુખ મનસુખભાઈ રબારી, માલધારી સેલ મહામંત્રી રમેશભાઇ રબારી, માજી જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ગામી, માજી શહેર પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઇ હૂંબલ, જિલ્લા મહામંત્રી વિનોદભાઈ ડાભી, સેવાદળના બાબુભાઇ વેરાણા, જિલ્લા ઓબીસી મહામંત્રી મનસુખભાઇ વાઘેલા, જિલ્લા ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઇ કુભારવાડિયા, શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, ટંકારા તાલુકા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા,હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુભાઈ , મોરબી તાલુકા ઓબીસી રાજુભાઇ ભરવાડ, માળીયા તાલુકા પંચાયતના સદસ્ય લક્ષમનભાઇ નાટડા, સહિત કોંગ્રેસના આગેવાનો હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછાળના માતાનું થોડા દિવસો પહેલા જ અવસાન થયું હોવાથી મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ સહિતના હોદેદારોએ મૌન પાળીને અધિકારીના માતૃશ્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી