મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના મોટી બરાર ગામે સંડાસ-બાથરૂમના વિવાદમાં થયેલ મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઈ


SHARE









માળીયા (મી) ના મોટી બરાર ગામે સંડાસ-બાથરૂમના વિવાદમાં થયેલ મારામારીમાં વળતી ફરિયાદ નોંધાઈ
માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે વિવાદિત જગ્યા ઉપર સંડાસ-બાથરૂમ બનાવવાના કામ બાબતે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી જે બનાવ સંદર્ભે ગઈકાલે એક ફરિયાદ થઈ હતી ત્યારબાદ હાલમાં વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં વૃદ્ધાને ફડાકા અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી રાખવાની ધમકી આપેલ હોવાની બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા જયાબેન ભુરાલાલ મુછડીયા જાતે અનુ. જાતિ (૬૦)એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કિશોરભાઈ ખીમજીભાઈ મુન્સી, નિશાબેન કિશોરભાઈ મુન્સી, દિપક કિશોરભાઈ મુન્સી અને ભારતીબેન દીપકભાઈ મુન્સીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીઓ તેઓના જ કુટુંબના હોય અને બાજુ બાજુમાં રહે છે અને તેઓને સંડાસ-બાથરૂમની જમીન બાબતે વિવાદ ચાલે છે ત્યાં સંડાસ-બાથરૂમ બનાવવા માટે પાયો ખોદયો હતો જેને ફરિયાદી વૃદ્ધા તથા દક્ષાબેન પાયાને બૂરતા હતા ત્યારે આરોપીઓએ તેની સાથે જપાજપી કરી ફડાકા અને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલ મારામારી અને બોલાચાલીની ઘટનામાં ભારતીબેન મુન્સી દ્વારા ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આમ મોટી બરાર ગામે સંડાસ-બાથરૂમ બનાવવા બાબતે બે પરિવાર વચ્ચે થયેલ બોલાચાલી અને માથાકૂટમાં માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 

બે બાઇક અથડાયામોરબીના લીલાપર રોડ ઉપર બે બાઈક સામસામે અથડાયા હતા જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બંને બાઈક ઉપર બેઠેલા કુલ મળીને ચાર વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં સાહિલ અકબરભાઈ કટિયા (૧૩), હાસમભાઈ અકબરભાઈ કટિયા (૧૮) રહે. બંને મકરાણીવાસ તેમજ રવિ ભરતભાઈ સર વૈયા (૧૭) અને અમિત ભરતભાઈ સરવૈયા (૧૩) રહે. બદલે લીલાપર રોડ પાંજરાપોળ પાસે મોરબી વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવન મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News