વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત
વાંકાનેરના ભોજપર ગામે વાડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
SHARE
વાંકાનેરના ભોજપર ગામે વાડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
વાંકાનેર નજીક આવેલ ભોજપર ગામે વાડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવમાં વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલા ભોજપર ગામે અરવિંદભાઈ પાલાભાઈ પટેલ (ઉંમર ૩૩) વાડીએ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ઈલેક્ટ્રીક શોટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ અરવિંદભાઈ પટેલના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા વાંકાનેર પોલીસ સ્ટેશને બનાવની નોંધ કરીને આગળ તપાસ એએસઆઈ એમ.આર. ગામેતી કરી રહ્યા છે
પાંચ બોટલ દારૂ
વાંકાનેરની નર્સરી ચોકડી પાસેથી પસાર થતાં યુવાનને રોકીને ચેક કરતાં તેની પાસેથી પોલીસે ભારતીય બનાવટની દારૂની પાંચ બોટલ કબજે કરી હતી અને ૧૬૦૦રૂપિયાના મુદામાલ સાથે વાંકાનેર સીટી પોલીસે હાલમાં સાયલા તાલુકાનાં ચોરવીરા ગામના રોહીતભાઈ ઉર્ફે કુકો ભુપતભાઈ માતાસુરીયા જાતે દેવીપુજક ઉવ-૨૮ ની ધરપકડ કરેલ છે