મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ધારાસભ્યની હાજરીમાં એન્યુઅલ ડે-પિક્સેલ યોજાયો, ૨૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો


SHARE









મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ધારાસભ્યની હાજરીમાં એન્યુઅલ ડે-પિક્સેલ યોજાયો, ૨૩૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની હાજરીમાં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં હાજર રહેલા વાલીઓની સામે અવનવી કૃતિઓ રજુ કરીને સૌને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો વિવેકાનંદજીના આ સુવિચારને ન્યુ એરા ગૃપ ઓફ સ્કુલએ તેના વાર્ષિક દિવસની ઉજવણીમાં કંડારી હતી.લગભગ ૨૩૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ આ ઉજવણીમાં ભાગ લઇને તેમની અલગ અલગ પ્રતિભાનું ૩૦ હજારથી વધારે દર્શકો સામે પ્રદશન કર્યું હતું.આ ઇવન્ટમાં એકથી એક મંત્રમુગ્ધ કરી દે તેવી ૧૦૦ થી પણ વધુ કૃતીઓ જોવા મળી હતી.ડાન્સીંગ, મ્યુઝીક, સીંગીંગ, ડ્રામા, ફની એકટ, સ્ટેન્ડઅપ કોમેડી, પબ્લીક સ્પીકીંગ સાથે ભારતીયે સંસ્કૃતિને ઉજાગર કરે એવા અવનવા પર્ફોમન્સની રજૂઆત થતી હતી.

પ્રતિષ્ઠિત મહેમાનોમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા, સૌના લોકલાડીલા "કાકી" એવા એકટર ભાવિનીબેન જોશીએ તેમની હાજરીથી બળકોના ઉત્સાહને પ્રોત્સાહન આપ્યું હતું.સાથે સાથે તેમના લક્ષ્ય સુધી પહોંચવા માટે સખત મહેનત કરવાનું માર્ગદર્શન પણ પુરુ પાડયું હતું.શાળાના અદભુત મ્યુઝીક બેંડમાં ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ જીવંત ગાયન અને વાદ્ય વગાડીને હાજર સોટૌ કોઇને મંત્રમુગ્ધ કર્યા હતા.માતા-પિતા અને કુટુંબીજનો ગર્વથી રોમાંચિત તેમના બાળકોની સિદ્ધિઓને સ્ટેજ પર પ્રગટ થતી જોઈ અને જીવનભર ટકી રહે તેવા સંભારણા મોરબીમાં સૌપ્રથમ પહેલીવાર કોઈ ઈવેન્ટમાં ૧૫ હજારથી વધારે લોકો રૂબરૂ જોડાયા હતા અને ૨૦ હજારથી વધુ લોકોએ લાઇવ સ્ટ્રીમ દ્વારા આ ભવ્યાતિભવ્ય વાર્ષિકોત્સવનો આનંદ લીધો હતો.ખરેખર ન્યુ એરા ગૃપ ઓફ સ્કુલએ એક અદભૂત અને અનોખા વાર્ષિક દિવસ ઉજવણી કરીને સાબીત કરી બતાવ્યું હતુ કે સર્વગ્રાહી શિક્ષણ માટેની શાળાની પ્રતિબધતા સાથોસાથ અહિં વિદ્યાર્થીઓને તેમના સર્જનાત્મક પાસાઓને નિખારવા માટેનું પણ સર્વ શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરૂ પાડે છે.શાળાના સંચાલક ડી.બી.પાડલીયા તથા યુવા ડિરેક્ટર હાર્દિકભાઈ પાડલીયા તથા તેઓની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જબેમત ઉઠાવી હતી અને બાળકોને આ કાર્યક્રમ માટે તૈયાર કરનાર સૌ શિક્ષકગણનો હાર્દિકભાઈ પાડલીયાએ આભાર વ્યક્ત કર્યો હતો




Latest News