મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટોલનાકા પાસે અજાણ્યા ટ્રકે કારને હડફેટે લેતા યુવાન સારવારમાં


SHARE









મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ટોલનાકા પાસે અજાણ્યા ટ્રકે કારને હડફેટે લેતા યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેર ટોલનાકા પાસેના પેટ્રોલ પંપની સામે ગત રાતના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં ગત રાત્રીના અજાણ્યા ટ્રક ચાલકે કારને હડફેટ લેતા વાંકાનેર તાલુકાના રહેવાસી એવા રબારી યુવાનને હાલ સારવાર માટે મોરબી ખસેડાયો છે. 

ઉપરોક્ત અકસ્માત બાબતે વધુમાં સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, વાંકાનેર તાલુકાના જાલીડા ગામના ગોવિંદભાઈ બેચરભાઈ લોહ જાતે રબારી નામના ૩૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ગોવિંદભાઈ રબારી કારમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર ટોલનાકા નજીકના પેટ્રોલ પંપ પાસે કોઈ અજાણ્યા ટ્રકના ચાલકે તેઓની કારને ઠોકર મારતા સર્જાયેલ વાહન અકસ્માતમાં તેમને ઇજાઓ પહોંચી હોય સારવાર માટે ખસેડાયા હતા.હાલ આ અકસ્માત સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફના જગદીશભાઈ ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના લાલપર ગામે રહેતા સવજીભાઈ ખોડાભાઈ નામના ૮૦ વર્ષના વૃદ્ધને મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ઉપરોક્ત બાબતે તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે લાલપર ગામે આવેલ ધાર વિસ્તારમાં સવજીભાઈ બાઈકના પાછળના ભાગે બેસીને જઈ રહ્યા હતા તે દરમિયાનમાં ત્યાં રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં ઇજાઓ થવાથી હાલ તેઓને ખાનગી હોસ્પિટલે ખસેડાયા છે જે બાબતે તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

સર્કિટ હાઉસ પાસે અકસ્માત

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે મોડી રાતના અગીયારેક વાગ્યે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અજાણી કારના ચાલકે હડફેટે લેતા રસુલ આદમભાઈ અજમેરી રહે.ભારતનગર મફતપરા વિસ્તાર સર્કિટ હાઉસ સામે મોરબી-૨ ને ઇજાઓ થતા તેમને શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.




Latest News