વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી પાલીકામાં લાંચ લેતા પકડાયેલ કર્મચારીના કોર્ટમાંથી જામીન મંજૂર


SHARE













મોરબી પાલીકામાં લાંચ લેતા પકડાયેલ કર્મચારીના કોર્ટમાંથી જામીન મંજૂર

મોરબી નગર પાલીકામાં લગ્ન નોંધણી વિભાગમાં લગ્નનું પ્રમાણ આપવા માટે લાંચ માંગવામાં આવી હતી જેથી એ.સી.બી.ની ટીમે છટકું ગોઠવીને આરોપીને પકડી લીધેલ હતો અને ફરીયાદ કરી હતી જે ગુનામાં આરોપી મહેન્દ્ર મોહનલાલ ખાખીની જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં તેને વકીલની દલીલને ધ્યાને રાખીને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ દ્વારા જામીન મુકત કરવામાં આવેલ છે

મોરબી નગર પાલિકા કચેરીમાં લગ્ન નોંધણી વિભાગમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખી વિરૂધ્ધ લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે કથિત લાંચ માંગવાના ગુના સબબ તા.૮-૧૧-૨૦૨૩ ના રોજ, મોરબી એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૩(૨) મુજબનો ગુનો નોંધાતા પકડાયેલ આક્ષેપિતે, તેમના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા જામીન મેળવવા મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં વકીલ ચિરાગ કારીઆ અને તેમની ટીમની ધારદાર દલીલો કરવામાં આવી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને કોર્ટે આક્ષેપિત મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ જામીન અરજીના કામે આરોપીઓના વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે. કારીઆ, અતુલ સી. ડાભી, મનીષ કે. ભોજાણી, દયારામ ડાભી રોકાયેલા હતા.






Latest News