મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના નાની વાવડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

મોરબીના નાની વાવડી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ આ વિકસિત ભારત સંકલપ યાત્રા થકી ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની આ યાત્રામાં સૌને સહભાગી બનવા જણાવ્યું હતું. આ રથ થકી કેન્દ્ર સરકારની ૧૭ યોજનાના લાભ વંચિતો સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. દેશમાં કોઈપણ વ્યક્તિ આવાસ પાણી, વીજળી આરોગ્ય, શિક્ષણ વગેરે સવલતોથી વંચિત ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે નાની વાવડી ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના તથા ODF plus મોડેલ વિલેજ હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અગ્રણી સર્વ ચંદુભાઈ શિહોરા, જયંતિભાઈ પડસુંબિયા, અરવિંદભાઈ વાંસદડિયા તથા  આરોગ્ય વિભાગ, આઈસીડીએસ, બેંક સહિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને નાની વાવડીના ગ્રામજનો જોડાયા હતા.




Latest News