મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ફલોરા-૧૧ ની બાંધકામ સાઇટ ઉપર ૧૧ માં માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત


SHARE













મોરબીના રવાપર ગામે ફલોરા-૧૧ ની બાંધકામ સાઇટ ઉપર ૧૧ માં માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત

મોરબીમાં રવાપર રેસીડેન્સી સામેના ભાગમાં ફ્લોરા-૧૧ બિલ્ડીંગનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં ૧૧ માં માળેથી કામ કરતા સમયે પગ લપસતા શ્રમિક યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મૃતક યુવાનના ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામ પાસે આવેલ રવાપર રેસીડેન્સી સામેના ભાગમાં ફ્લોરા ઇલેવન-૧૧ નું કામ ચાલી રહ્યું છે અને આ બિલ્ડિંગમાં ૧૧ માં માળ ઉપર કામ કરતા સમયે મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં રવાપર રેસીડેન્સી સામે ફલોરા-૧૧ ની બાંધકામ સાઈટ ખાતે રહેતો શિવાકુમાર સંતોષરામ કુમાર (૨૧) નામનો યુવાન અકસ્માતે પગ લપસતા ૧૧ માં માળ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તે યુવાનને શરીરે ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈ આશિષકુમાર સંતોષરામ કુમાર (૨૪) રહે. હાલ ફ્લોરા-૧૧ બાંધકામ સાઈટ મૂળ રહે. ગાજીપુર ઉત્તરપ્રદેશ વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કા વાળી મેલડી મંદિર પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અજય હીરાલાલ (૨૧) રહે. રફાળેશ્વર તાલુકો મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળ મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News