મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે એકટીવા આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE













મોરબીના લીલાપર રોડે એકટીવા આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સમસાન સામેથી એકટીવા લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સ્કૂટરની આડે ગાય ઉતરી હતી જેથી કરીને સ્કૂટરને કન્ટ્રોલ કરવા જતા તે વાહન સ્લીપ થઈ ગયું હતું ત્યારે યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝ્ન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં રહેતો હાજી ઓસમાણભાઈ રાઉમા (૨૩) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાન સામેથી તેની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના એકટીવાની આડે અચાનક ગાય ઉતરી હતી જેથી કરીને સ્કૂટરને કંટ્રોલ કરવા જતા સ્કૂટર રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને હાજી રાઉમાને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

રિક્ષામાંથી નીચે પટકાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કા વાળી મેલડી માતાજી મંદિર પાસે રહેતા નાનજીભાઈ ટપુભાઈ કાઠીયા (૬૮) નામના વૃદ્ધ રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે તે રિક્ષામાંથી નીચે પડી જતા નાનજીભાઈને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News