મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના ભમાશાઓને સલામ: ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું ૫૮.૫૦ લાખથી વધુનું દાન


SHARE













મોરબીના ભમાશાઓને સલામ: ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું ૫૮.૫૦ લાખથી વધુનું દાન

મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું ખુબ જ મહત્વ હોય છે જેથી કરીને લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે દાન કરીને પુણ્યનું ભથ્થું બાંધતા હોય છે જો કેવાત કરીએ મોરબીની તો અહીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબીની પાંજરાપોળને બારે મહિના અવિરતપણે દાન આપવામાં આવી રહ્યું છે તો પણ મકરસંક્રતિના એક જ દિવસમાં દાતાઓ વરસી પડે છે તેવી જ રીતે પાંજરાપોળમાં ગૌસેવા માટે મોરબીના દાતાઓ વરસી ગયા હતા જેથી કરીને ૫૮.૫૦ લાખથી વધુનું દાન આવ્યું છે

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌ વંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કેઆ પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે

આજની તારીખે ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ મોરબી પાંજરાપોળમાં કરવામાં આવે છે જેના માટે મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે મોરબીના દાતાઓ લાખો રૂપિયાનુ દાન આપતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં ૪૨ જેટલા સ્ટોલ ઊભા કરીને દાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને મોરબીના સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે ૫૮.૫૦ લાખથી વધુ રૂપિયાનું દાન આપવામાં આવ્યુ છે

અત્રે ઉલેખનીય છે કે, ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ગઇકાલે મકરસંક્રતિના દિવસે સંસ્થાના ટ્રસ્ટી વેલજીભાઇ ઉઘરેજા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સમાજિક આગેવાન હાજર રહ્યા હતા અને ગૌસેવાના કામ માટે વધુમાં વધુ દાન એકત્રિત કરવા માટે દાતાઓને અપીલ કરી હતી






Latest News