મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યા મંદિરમાં આજથી પાંચ દિવસ રામસભાનું આયોજન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે પંચ દિવસ રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા ૨૨ ના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સાર્થક વિદ્યા મંદિરમાં  તા. ૧૬ થી ૨૦ જાન્યુઆરી  દરમિયાન પાંચ દિવસીય  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ સભાપૂજિત અક્ષત કળશનું સ્વાગતશ્રીરામ ભગવાન વિશે વક્તવ્યગીતધૂનરામચરિત માનસ પાઠવિવિધ લેખકોની વિવિધ રચનાઓના ભાવાર્થપ્રેઝન્ટેશનભરતનાટ્યમ કથ્થક દ્વારા રામજીના સંસ્કૃત ગીતનું નિરૂપણદીપમાલા તેમજ પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ વગેરે કાર્યક્રમ યોજાશે

ચિત્રા હનુમાનજી ધુન મંડળ

મકરસંક્રાંતિ પર્વના પવિત્ર દિવસે  દાન પુણ્યનું ખુબ જ મહત્વ હોય છે તે અંતર્ગત મોરબી પાંજરાપોળની ૪૫૦૦ ગાયોના નિભાવ માટે ચિત્રા હનુમાનજી ધુન મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગાયોના ઘાસચારા અને તેમના નિભાવ માટે શનાળા રોડ પર આવેલા સોમનાથ માર્કેટ પાસે મોરબી પાંજરાપોળનો સ્ટોલ ઊભો કરવામાં આવેલ હતો ત્યાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો દ્વારા સેવા આપવામાં આવેલ હતી જેમાં ભીખાભાઈ લોરીયા, ચંદુભાઈ કડીવાર, વસંતભાઈ માકાસણાલાયન્સ કલબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, પૂર્વ પ્રમુખ એ.એસ. સુરાણી, અમરશીભાઈ અમૃતિયાનાનજીભાઈ મોરડીયાપ્રાણજીવનભાઈ રંગપડીયા સેવાભાવી સભ્યો ગોરધનભાઈ અને ઓધવજીભાઈ ભાડજાએ સેવા આપી હતી અને આ સ્ટોલ ઉપરથી ૮૭,૬૬૮ નું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું 






Latest News