મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે ૪૮ બીયરના ટીન સાથે એક શખ્સની ધરપકડ


SHARE







વાંકાનેરના માટેલ રોડે ૪૮ બીયરના ટીન સાથે એક શખ્સની ધરપકડ

વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલ બાઈક ચાલકને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના ૪૮ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે બિયર અને બાઇક મળીને ૩૪,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ હાલમાં સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે રોડ ઉપરથી બાઇક નંબર જીજે ૩૬ એડી ૩૬૯૦ લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તે બાઈક ચાલકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી બિયરના ૪૮ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૮૦૦ રૂપિયાની કિંમતના બીયર અને ૩૦ હજાર રૂપિયાની કિમતનું બાઇક આમ કુલ મળીને ૩૪,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી જગદીશભાઈ ઉર્ફે વનરાજ ગેલાભાઈ ભુસડીયા જાતે કોળી (૩૧) રહે. સુખુભા ઝાલાના મકાનમાં ભાડેથી જુના ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે બિયરનો જથ્થો રામજીભાઈ ઉર્ફે અજય ધીરુભાઈ ભુસડીયા જાતે કોળી રહે. મેસરિયા સીમ તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને સુલતાન કાસમભાઈ પારેડી (૫૦) નામના આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક ચલાકે તેઓના બાઈક સાથે બાઇક અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં સુલતાનભાઈને હાથમાં ફેક્ચર જેવી ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારી નજીક આવેલ ફીનોક્સ સીરામીક ખાતે રહેતા અરવિંદભાઈ ભગવાનજીભાઈ (૨૮), દિનેશભાઈ રાયધનભાઈ (૨૫) અને સોયબ હુસેનભાઈ અલ્લારખા (૨૫) નામના ત્રણ યુવાનોને જેતપર રોડ ઉપર આવેલ સીયારામ કારખાના સામે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News