મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેનારા ઓપરેટરને એસીબીની ટીમે દબોચ્યો


SHARE









ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેનારા ઓપરેટરને એસીબીની ટીમે દબોચ્યો

દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના ટંકારામાં તેના માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હતા જેથી કરીને એસીબીની ટીમે ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવાના ૨૦૦ રૂપિયા લેતાની સાથે જ તેને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા મૂળ નાનાખિજડીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ (૩૮)ને વિનામુલ્યે કરવાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેતા ઝડપી લેવામાં આવેલ છે વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ “પી.એમ. વિશ્વકર્મા યોજના” અંતર્ગત અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા માટે આ શખ્સ દ્વારા ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હતા તેવી જ રીતે એક અરજદાર પાસેથી રૂપિયા લેતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો હતો આ કામગીરી પીઆઇ એચ.એમ. રાણા દ્વારા સુપરવિઝન અધિકારી વી.કે. પંડ્યા (મદદનીશ નિયામક-રાજકોટ) વાળા દ્વારા કરવામાં આવી હતી




Latest News