મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં તલવારથી કેક કટિંગના કેસમાં રાણીબા સામે કાર્યવાહી


SHARE













મોરબીમાં જાહેરમાં તલવારથી કેક કટિંગના કેસમાં રાણીબા સામે કાર્યવાહી

મોરબીમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ જન્મ દિવસના દિવસે જાહેરમાં ટેબલ ઉપર એક કે બે નહીં ૩૦ જેટલા કેક મૂકીને તેનું તલવાર જેવા હથિયારથી કટિંગ કર્યું હતું અને તે વિડિયો સોશ્યલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો તેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે વિભૂતિ પટેલને નોટિસ આપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા સામે મોરબીના સાયબર સેલ ટેક્નિકલ વિભાગના પીએસઆઇ અશોકસિંહ દિલુભા જાડેજા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતું કેવિભુતી ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશભાઈ સીતાપરા જાતે પટેલ રહે. એસપી રોડપેસિફિક હાઇટ્સરવાપર વાળીએ જાહેરમાં બે ટેબલ ઉપર પોતાના ફોટા અને નામ વાળી ૩૦ જેટલી કેક ગોઠવીને તે કેકનું કટિંગ તલવાર જેવા હથિયારથી કર્યું હતું તેનો વિડીયો ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરેલ હતો જેથી સમાજમાં ભય ઉભો કરનાર વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સામે ત્યારે આઇપીસી કલમ ૨૬૮૨૯૦ તેમજ જીપી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન્ના પ્રભાતભાઇ ચાવડા દ્વારા વિભુતી ઉર્ફે રાણીબા હિતેન્દ્રભાઈ સીતાપરા જાતે પટેલ (૨૬) સામે નોટિસ આપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશ્યલ મીડિયામાં જે વિડીયો મૂકવામાં આવ્યો હતો તે ત્રણ વર્ષ પહેલાનો વિડીયો હતો તેવું તપાસમાં સામે આવેલ છે






Latest News