મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ
મોરબી શહેર-તાલુકમાંથી પાંચ શખ્સો પાસા તળે જેલ હવાલે કરાયા
SHARE
મોરબી શહેર-તાલુકમાંથી પાંચ શખ્સો પાસા તળે જેલ હવાલે કરાયા
મોરબી એલસીબી અને એ ડિવિઝન તેમજ તાલુકા પોલીસ દ્વારા હિસ્ટ્રીસીટરોની સામે પાસાની દરખાસ્તો તૈયાર કરવામાં આવી હતી જેમાં એલસીબી અને તાલુકા પોલીસ દ્વારા ત્રણ ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા તાલુકા પોલીસની હદમાંથી ત્રણ ઈસમોને પકડીને જેલ હવાલે કરાયા છે.તે રીતે જ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ગુનાઓ સબબ કરવામાં આવેલ પાસા દરખાસ્તમાં બે ઈસમોને પકડીને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા હોય કુલ પાંચ ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા હોવાનું જાણવા મળેલ છે.
વધુમાં આ બાબતે મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ તથા સ્ટાફ દ્વારા તેમજ તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા દ્વારા તાલુકા પોલીસ મથકની હદમાં રહેતા ત્રણ ઈસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલમાં મેજિસ્ટ્રેટના હુકમ અન્વયે ગૌતમ જયંતીભાઇ મકવાણા (૨૩) રહે.લીલાપર તા.જી.મોરબી વાળાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે, અજય જગદીશભાઇ ચૌહાણ (૨૭) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.મોરબી વાળાને સુરત મધ્યસ્થ જેલ હવાલે તેમજ પારસ ઉર્ફે સુલતાન ગિરધરભાઇ વાઘેલા (૨૪) રહે.આંબેડકરનગર રફાળેશ્વર તા.મોરબી વાળાને પાસા હેઠળ જુનાગઢ જેલ હવાલે કરાયા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂ તેમજ મારામારીના કેસોને લઈને તેઓ ઉપર પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ ત્રણેયને પાસા હેઠળ જેલ હવાલે કરાયા છે.
એ રીતે જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા અને સ્ટાફ દ્વારા બે ઈસમોની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેશન સમક્ષ મૂકવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ કલેક્ટર જી.ટી.પંડયા દ્વારા બંને ઇસમોની પાસા દરખાસ્ત મંજુર કરવામાં આવતા અને વોરંટ ઇશ્યુ થતા વોરંટ આધારે પીઆઈ હુકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ દ્વારા પાસાના વોરંટ આધારે રોહિત રાજેશભાઇ જીલરીયા જાતે બોરીચા (૨૯) રહે.તુલસી પાર્ક પાપાજી ફનવલ્ડ પાછળ કંડલા બાયપાસ મોરબી વાળાને પકડીને ભાવનગર જેલ હવાલે કરાયો છે.જ્યારે વિરમ હમીરભાઇ કલોતરા જાતે રબારી (૩૩) રહે.શકત સ઼શનાળા તા.મોરબી વાળાને તા.૧૮-૧ ના સાંજના સાડા છએક વાગ્યે પકડીને પાસા તળે અમદાવાદ જેલ હવાલે ધકેલાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
ગાંધીધામથી ગુમ થયેલ યપવતી યુવક સાથે મોરબીમાંથી મળી આવી..!
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કચ્છ(ભુજ) ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના બી ડિવિઝનના હેડ કોસ્ટેબલ ડી.વી.પ્રજાપતિ બાતમીના આધારે તપાસમાં મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં યુવતી ગુમ થયા અંગે ગુમસુધા નોંધ દાખલ થયેલ હોય જે અંગેની મળેલી માહિતી આધારે તેઓ અહીં મોરબી આવ્યા હતા.અહિં મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ નજીકથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તરમાંથી ગુમ થયેલી યુવતી દશરથ જગા ઠાકોર રહે. ગાંધીધામ કચ્છ(ભુજ) ની સાથે મળી આવેલ હોય હાલ બંનેને આગળની તપાસના કામે સાથે લઇને ગાંધીધામ રવાના થયા હોવાનું જાણવા મળેલ છે.