મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે કારસેવકોનું કરશે સન્માન: જલારામ મંદિરપ્રસાદ વિતરણનું આયોજન


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે કારસેવકોનું કરશે સન્માન: જલારામ મંદિરપ્રસાદ વિતરણનું આયોજન

આગામી તા ૨૨ ના રોજ ભગવાન શ્રી રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ૫૦૦ થી વધુ લોકો આરતીમાં જોડાવાના છે અને ત્યારે ૭૫૦૦ દિવડાથી મંદિરને શણગારવામાં આવશે તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ૧૯૯૨ માં કાર સેવા કરવા માટે મોરબી જિલ્લામાંથી અયોધ્યા ગયેલા ૩૫ કાર સેવકોનું પરશુરામ ધામ ખાતે આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે તેવું પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે

મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૨૨ ને સોમવારના રોજ રામ મંદિર અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભક્તિભાવ પૂર્વક ધામધુમથી કરવામાં આવશે. જે અંતર્ગત સવારે ૧૦ કલાકે ધૂન-ભજન, ૧૧ કલાકે મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનના હસ્તે પ્રસાદ વિતરણ તેમજ બપોરે ૧૨:૩૫ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે તે ઉપરાંત મોરબી મુકામે બપોરે ૪ કલાકે સર્વ હિન્દુ સંગઠન મોરબી દ્વારા દરબાર ગઢથી નગરદરવાજા સુધી ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા સર્વે રામભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે.






Latest News