મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મતદાન જાગૃતિ રથ; ઈવીએમ લાઈવ ડૅમોન્સ્ટ્રેશન વાનનું પ્રસ્થાન  


SHARE









મોરબી જિલ્લામાં મતદાન જાગૃતિ રથ; ઈવીએમ લાઈવ ડૅમોન્સ્ટ્રેશન વાનનું પ્રસ્થાન  

મોરબી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી અન્વયે લોકોમાં જાગૃતિ આવે લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તે હેતુથી ઈવીએમના લાઈવ ડૅમોસ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ વાનને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યા તથા નાયબ ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ લોકો ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા લોકોમાં જાગૃતિ વધે તેવા હેતુથી મોરબી જિલ્લામાં ઈવીએમના લાઈવ ડૅમોસ્ટ્રેશન અને ઑડિયો-વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ વાન ફાળવવામાં આવી છે. આ વાન લોકોની ભીડભાડ વાળા સ્થળો જેવા કે, શાક માર્કેટ, મોટા ચોક, શોપિંગ મોલ, બસ સ્ટેશન, સિરામિક યુનિટ, શહેર અને ગામડાઓમાં ફરીને લોકોને માહિતગાર કરશે. મોરબી જિલ્લામાં આ વાન  તા ૨૯/૦૨/૨૦૨૪ સુધીમાં કુલ ૧૧૮ સ્થળોએ ફરશે. આ વાનની વધુને વધુ મુલાકાત લેવા મોરબી જિલ્લાના નાગરીકોને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા  અપીલ કરવામાં આવી છે. ત્યારે નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.




Latest News