મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના વાઘપરામાંથી દારૂની ૧૧ બોટલ સાથે નીકળેલા બે શખ્સ પકડાયા


SHARE













મોરબીના વાઘપરામાંથી દારૂની ૧૧ બોટલ સાથે નીકળેલા બે શખ્સ પકડાયા

મોરબીમાં વાઘપરા શેરી નંબર-૧૭ ના નાકા પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ મળીને ૧૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે તેની પાસેથી ૫,૯૬૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાઘપરા શેરી નંબર-૧૭ ના નાકા પાસેથી બે શખ્સો પસાર થઈ રહ્યા હતા જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તે બંને શખ્સો પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૧૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫,૯૬૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉમેશભાઈ મગનભાઈ ડાંગર જાતે બોરીચા આહીર (૩૩) રહે. લખધીરવાસ શેરી નંબર-૩ મોરબી અને મહેશભાઈ ઝવેરભાઈ લખવાણી જાતે સિંધી (૩૧) રહે. રાધા પાર્ક વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના મકનસર ગામ પાસે બે જુદી-જુદી મારામારીના બનાવો બન્યા હતા. જેમાં મકનસર ગામે થયેલ મારામારીમાં મકનસરના રહેવાથી શૈલેષભાઈ દયાલજીભાઈ વસવેલીયા નામના ૪૦ વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવાયો હતો.તે રીતે જ મોરબીના મકનસર ગામે આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં રહેતા ગજાનંદ હીરાલાલ શર્મા (ઉમર ૨૮) નામના યુવાનને મકાનસર ગામ પાસે આવેલ એક્સલ સીરામીક પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને અત્રેની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ બંને બનાવોની તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.






Latest News