મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી રોડે કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન


SHARE













મોરબીમાં એસપી રોડે કાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન

મોરબી જીલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કાલે  દિવાળી જેવો માહોલ હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીમાં આવેલા એસપી રોડ ઉપર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે ત્યાં આવેલા એપાર્ટમેંટમાં રહેતા પરિવારો દ્વારા ભવ્ય શોભાયાત્રા અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

કાલે અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે જેની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે મોરબીના રવાપર ગામે આવેલ એસપી રોડ ઉપર છેલ્લા વર્ષોમાં અકે બે નહીં પરંતુ ૭૦ થી વધી એપાર્ટમેંટ બનાવવામાં આવેલ છે તે મકાનોમાં રહેતા પરિવારો દ્વારા આ ઉજવણીને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા ૨૨ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે લીલાપર કેનાલ રોડના ખૂણા પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવા વસ્ત્રો સાથે અંદાજે પાંચ હજાર જેટલા લોકો જોડાશે અને આ શોભાયાત્રા એસપી રોડની તમામ સોસાયટીઓમાં ફરશે. જેમાં રામ, સિતા, લક્ષ્મણ, વાનરસેના, સબરી સહિતના પાત્રો તૈયાર કરવામાં આવેલ છે અને ઘોડાગાડી સહીતના આકર્ષણો પણ રાખવામા આવેલ છે અને છેલ્લે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સ્થાનિક લોકો માટે જ રાખવામા આવેલ છે અને સાંજે એલ બાઇક રેલી મોરબીના એસપી રોડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીની રાખવામા આવી છે ત્યારે આતિસબાજી પણ કરવામાં આવશે

નાસ્તગલી વેપારી મંડળ

મોરબીના નાગર દરવાજાની બાજુમાં આવેલ નાસ્તાગલીના વેપારીઓ દ્વારા અયોધ્યા ખાતે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે તેને ધ્યાનમાં રાખીને કાલે બપોરે સમૂહ પ્રસાદનું આયોજન કર્યું છે જેમાં નાસ્તાગલીમાં દુકાન ધરાવતા વેપારીઓ અને તેના પરિવારના લોકો માટે બપોરે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ આયોજનમાં નાસ્તાગલીના તમામ વેપારીઓનો સહયોગ મળેલ છે






Latest News