મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ પાસે યુવાને કારખાનાના કવાર્ટરમાં ન કરવાનું કર્યું


SHARE









મોરબીના સોખડા ગામ પાસે યુવાને કારખાનાના કવાર્ટરમાં ન કરવાનું કર્યું

મોરબીમાં સોખડા ગામના પાટીયા પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાને લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને પંખા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સોખડા ગામના પાટીયા પાસે સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શ્રીકાંત કૈલાશ જાદવ (૩૩) નામના યુવાને પોતે પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

બે બોટલ દારૂ

વાંકાનેરની સરધારકા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બે બોટલો મળી આવતા પોલીસે કુલ મળીને ૭૧૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી તથા બાઇક નંબર જીજે ૩૬ એએચ ૫૧૪૬ જેની કિંમત ૨૦,૦૦૦ આમ કુલ મળીને ૨૦,૭૧૫ ના મુદ્દામાલ સાથે કેતનભાઇ રાજેશભાઈ અબાસણીયા જાતે કોળી (૨૫) રહે. ધમલપર-૩ વાંકાનેર વાળાની ધરપકડ કરીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

બે બોટલ દારૂ

મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસેથી પસાર થતાં શખ્સને પોલીસે રોક્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે રમીઝખાન નૂરખાભાઈ સિપાઈ નામના શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News