મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા-હોલમઢ ગામ પાસેથી ૬૭૨ બોટલ દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ: ૭.૩૨ લાખનો મુદ્દામાલ કબજે


SHARE







વાંકાનેરના મહિકા-હોલમઢ ગામ પાસેથી ૬૭૨ બોટલ દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ: ૭.૩૨ લાખનો મુદ્દામાલ કબજે

વાંકાનેર તાલુકાના મહિકા ગામથી હોલમઢ ગામ તરફ જવાના રસ્તે મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા ઉપરથી દારૂ ભરેલ ગાડી જવાની છે તેવી બાતમી મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ત્યાં વોચ રાખી હતી અને ત્યારે ત્યાંથી નીકળેલ એક બોલેરો પીકઅપ ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો ત્યારે વાહન ચાલક તેની ગાડી મૂકીને નાશી ગયો હતો જે ગાડીને ચેક કરવામાં આવતા ૬૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને વાહન મળીને ૭.૩૨ લાખનો મુદામાલ કબજે કરલે છે અને વાહન છોડીને નાશી ગયેલા શખ્સ તેમજ માલ મંગાવનાર અને મોકલાવનાર સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઇ એલ.એ. ભરગા તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકાના મહીકાથી હોલમઢ ગામ તરફ જતા રસ્તા પરથી પસાર થતી એક બોલેરો પીકઅપ વાહનને રોકાવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બોલેરો ચાલકે તેનું વાહન લઈને ભગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી હોલમઢ ગામથી મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા તરફ બોલેરો ગાડી નંબર જીજે ૧૭ ટીટી ૭૬૪૯ રેઢી મળી આવી હતી જે ગાડીને ચેક કરવામાં આવતા વિદેશી દારૂની ૬૭૨ બોટલ જેની કિંમત ૨,૩૨,૫૦૦ અને વાહન મળીને ૭.૩૨ લાખનો મુદામાલ કબજે કરલે છે અને ગાડી મૂકીને નાશી ગયેલ વાહન ચાલક સહિતનાઓની સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરલે છે આ કામગીરી પીએસઆઇ એલ.એ. ભરગા તેમજ મયુરધ્વજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, રવીભાઇ કલોત્રા તથા અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.






Latest News