મોરબીમાં સ્ટાફના અભાવે વિધવાઓને સમયસર પેન્શન ન મળતું હોવાની રાવ
વાંકાનેર મામલતદાર કચેરી પાસે બે રાહદારીને બાઇક ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત
SHARE
વાંકાનેર મામલતદાર કચેરી નજીક બાઈક ચાલકે બે વ્યક્તિને અડફેટે લીધા હતા જેમા એક યુવાનને ઇજા થયા તેનું મોત થયુ છે અને અન્ય એક યુવાનને પગમાં ગંભીર ઈજા થતા હાલમાં રાજકોટ ખસેડયો છે
વાંકાનેર રાજકોટ રોડ પર શહેરમાં આવેલ મામલતદાર કચેરી નજીક મોડી સાંજે એક બાઈક ચાલકે બે રાહદારીને અડફેટે લીધા હતા જેમા ઇજાઓ થવાથી કારુભાઈ ઉર્ફે રાજુભાઇ દેકાવાડીયા જાતે કોળી (ઉ ૪૫)નું મોત નિપજ્યુ છે જો કે, મણીભાઈ રજપુત (ઉ ૬૦)ને ઇજા થઇ હોવાથી રાજકો઼ સારવાર માટે ખસેડાયા છે અને અકસ્માત સર્જીને બાઇક ચાલક તેનું બાઇક લઇને સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને બનાવની જાણ થતા મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મરોચાના પ્રમુખ અમુભાઇ ઠાકરાણ હોસ્પિટલે દોડી આવ્યા હતા