વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર-મોરબી તાલુકા શાળા-૨ માં વાલી મીટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા


SHARE







વાંકાનેરના જામસર-મોરબી તાલુકા શાળા-૨ માં વાલી મીટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની જામસર સીએસસીની શ્રી જામસર તાલુકા શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભારત સરકારના શિક્ષા મંત્રાલયના "બેટી બચાવો બેટી પઢાવો" ફ્લેગશીપ કાર્યકમને વેગ આપવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી રહે તે માટે સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું અને ગામની CWSN દીકરી દેલવાડિયા દેવું અશોકભાઈના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું અને તે દીકરીને જામસર  સીઆરસી કો.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. ના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં ગામના સરપંચ, એસએમસી કમટી સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા ત્યારે વાલી સંમેલન પણ કરવામાં આવ્યું હતું જામસર તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈના માર્ગદર્શન થકી  શાળાના  શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આવી જ રીતે મોરબીની તાલુકા શાળા નં. ૨ માં ૨૬ મી જાન્યુઆરી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળામાં ભણી ગયેલ દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતુ. તથા નવી જન્મેલ દીકરીઓના માતા પિતાનુ સન્માનવકતૃત્વનાટકસંવાદનૃત્યએકપાત્ર અભિનય સહિતના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ છેલ્લે વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. તમામ કાર્યક્રમમાં શાળાના આચાર્યશિક્ષકો તથા બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.






Latest News