મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની સરકારની જાહેરત: ધારાસભ્યની હાજરીમાં સાંજે આતિશબાજી 


SHARE









મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની સરકારની જાહેરત: ધારાસભ્યની હાજરીમાં સાંજે આતિશબાજી 

મોરબી પાલિકાને મહાપાલિકા આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી તેવામાં આજે ગુજરાતનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવેલ જેથી કરીને હાલમાં મોરબીના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે અને આગામી સમયમાં સારામાં સારી સુવિધાઓ મળશે તેવી સહુ કોઈ લાગણી વ્યકત કરી રહ્યા છે

મોરબીન આસપાસમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેળ છે તેની સાથે અન્ય ઉદ્યોગ પણ આવેલ છે જેમાં રોજગાર માટે બહારથી ઘણા પરિવારો આવતા હોય છે ત્યારે મોરબીના લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી અને રાજકીય આગેવાનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી તેવામાં ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે બજેટ રજૂ કરેલ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવેલ છે હાલમાં મોરબી ઉપરાંત નવસારી, ગાંધીધામ, વાપી, સુરેન્દ્રનગર, આણંદ અને મહેસાણાને પાલિકામાંથી મહાપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરી છે

અત્રે ઉલેખનીય છેકે, ૧/૪/૧૯૫૦ થી મોરબી પાલિકા અસ્તિત્વમાં આવી હતી અને તેના પાલિકા પ્રમુખ પ્રાણલાલભાઈ પી. દોશી હતા અને ત્યાંથી લઈને આજ સુધીમા કુલ મળીને ૬૭ પ્રમુખ પાલિકામાં આવ્યા છે જેમાં છેલ્લા પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર હતા વધુમાં મળતી માહિતી મુજબ મોરબી પાલિકામાં અત્યાર સુધીમાં ૬ વખત વહીવટદારનું શાસન આવ્યું હતું જેમાં ૧૯૮૪, ૧૯૯૨ ૧૯૯૯, ૨૦૦૦, ૨૦૦૫ અને ૨૦૨૩ ના વર્ષનો સમાવેશ થાય છે હાલમાં મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીના નાગર દરવાજા ચોકમાં સાંજે પાંચ વાગ્યે આતિશબાજી કરીને સરકારે કરેલ જાહેરાતને વધાવવામાં આવશે ત્યારે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો શાઈત્ન નગરજનો હાજર રહેશે




Latest News