મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

તું સ્પામાં નોકરી કરે છે તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપીને મોરબીમાં યુવતી સાથે વારંવાર દુષ્કર્મ


SHARE









તું સ્પામાં નોકરી કરે છે તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપીને મોરબીમાં યુવતી સાથે વારંવાર દુષ્કર્મ

મોરબીમાં સ્પામાં કામ કરે છે તારી બદનામી કરીશ તેવી ધમકી આપીને યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ યુવતીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરી સાથે મિત્રતા કેળવીને મહેન્દ્રનગર ગામે રહેતા આરોપી સૂરજ મનુભાઈ ચાવડાએ તું સ્પામાં કામ કરે છે તેવું મને જાણવા મળેલ છે તેવું કહીને તે યુવતીને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાર બાદ તે યુવતીની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને ભોગ બનેલ યુવતીએ હાલમાં આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનાના વધુ તપાસ પીએસઆઈ વી.બી. ડાંગર ચલાવી રહ્યા છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના શોભેસ્વાર રોડ ઉપર રહેતા રાજાભાઈ પાંચાભાઇ જાદવ (૭૫) નામના વૃદ્ધને પાણીના ટાંકા પાસે ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો તે મારામારીના બનાવમાં ઈજા થવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

માર માર્યો

મોરબીમાં વિદ્યુતનગર પાસે ભરાતી બુધવારી બજારમાં મારામારી અને ઝઘડો થયો હતો જેમાં કાજલબેન વિજયભાઈ રામાવત (૩૮) નામની મહિલાને ઇજા થયેલ હતી જેથી તેને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીમાં વીસીપરામાં આવેલ ગુજરાત સોસાયટી પાસે અજાણ્યો ૪૦ વર્ષનો યુવાન બેભાન હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવની તાત્કાલિક ૧૦૮ ની ટીમની જાણ કરવામાં આવતા ૧૦૮ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News