મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાંથી લગ્નની લાલચે સગીરાને લઈ જઈને દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા


SHARE









મોરબીમાંથી લગ્નની લાલચે સગીરાને લઈ જઈને દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા

મોરબી શહેરમાં વર્ષ 2014 માં સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવી હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે દુષ્કર્મ આચારનારા આરોપીને ૧૨ વર્ષની સજા ફટકારી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં વર્ષ ૨૦૧૪ મા સાડા સતર વર્ષની સગીરાને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામનવાડી ગામનો શખ્સ રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડા (૪૪) નામનો લગ્નની લાલચ આપીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને સગીરા સાથે તેને દુષ્કર્મ આચર્યું હતું જેની ફરિયાદ આધારે આરોપીને પકડ્યો હતો અને આ કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે ૧૩ મૌખિક અને ૩૪ દસ્તાવેજી પુરાવાઓ તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવે અને નીરજભાઈ ડી. કારીયાની દલીલોને ધ્યાને લઇને આરોપી રાજેશ ઉર્ફે મુન્નો ઉર્ફે સિંધુ નાનજીભાઈ ચાવડાને ૧૨ વર્ષની સજા અને ૨૨ હજારનો દંડ કર્યો છે અને ભોગ બનેલ સગીરાને ૨,૬૨,૫૦૦ નું વળતર આપવા તેમજ આરોપી દંડની રકમ ભરે તો તે રકમ પણ ભોગ બનનારને આપવા હુકમ કરેલ છે 




Latest News