ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી-તાલુકામાં દારૂની જુદી જુદી બે રેડ: ૮૪ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ


SHARE













વાંકાનેર સિટી-તાલુકામાં દારૂની જુદી જુદી બે રેડ: ૮૪ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ

વાંકાનેર સિટી અને તાલુકા વિસ્તારમાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી તેમાં કુલ મળીને ૮૪ બોટલ દારૂ મળી આવ્યો છે જેથી કરીને પોલીસે હાલમાં બે શખ્સની ધરપકડ કરી છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં કેનાલ વાળા રોડ ઉપર પ્રકાશભાઈ સોલંકીની વાડી આવેલ છે ત્યાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૭૩ બોટલો મળી આવતા પોલીસે ૨૬,૦૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોવાથી પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી રહે. રાજાવડલા તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહીકા ગામથી હોલમઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર ઢાળ પાસેથી ડબલ સવારી બાઈક નંબર જીજે ૩ એમક્યું ૩૦૮૦ પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકને રોકીને બાઈક ઉપર જઈ રહેલા શખ્સોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની ૧૧  બોટલો મળી આવતા પોલીસે ૪૧૨૫ ની કિંમતનો દારૂ તથા બાઇક મળીને ૩૪,૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિશાલભાઈ ભુપતભાઈ બોહકિયા જાતે કોળી (૨૪) અને મનીષભાઈ અરજણભાઈ બોહકિયા જાતે કોળી (૧૯) રહે બંને શુકલ પીપળીયા તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

માળીયા મીયાણા તાલુકાના હાઇવે રોડ ઉપરથી અંજીયાસર ગામ તરફ જવાના રસ્તે નદીના કાંઠે દારૂની ભઠ્ઠી હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે તેનો ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો મળી આવતા પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો આથો તથા ૫૦ લિટર તૈયાર દેશી દારૂ આમ કુલ મળીને ૨૬૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ માલ ઈસ્માઈલભાઈ કારાભાઈ મોવર જાતે મિયાણા રહે. ઝઘડિયા વાંઢ અંજીયાસર માળિયા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News