મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસેથી ૧૩૨ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે રાજકોટના શખ્સની ધરપકડ


SHARE









ટંકારાના છતર પાસેથી ૧૩૨ બોટલ દારૂ ભરેલ ગાડી સાથે રાજકોટના શખ્સની ધરપકડ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ છત્તર નજીકથી પસાર થતી અલ્ટો ગાડીને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી ૧૩૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને કુલ મળીને ૧,૩૮,૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર મિતાણા ગામ બાજુથી છત્તર ગામ તરફ આવી રહેલ ગાડીમાં દારૂનો જથ્થો હોવાની હક્કિત ક્રુષ્ણસિંહ ઝાલા અને અકીલભાઇ બાંભણીયાને મળી હતી જેના છતર ગામ નજીકથી પસાર થઇ રહેલ સિલ્વર કલરની અલ્ટો ગાડી નંબર જીજે૧૦ બીજી ૮૯૫૨ ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીને ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની ૧૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૮૪૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા ૭૦ હજાર રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧,૩૮,૪૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ રાવતભાઈ ડવ જાતે આહિર (૨૩) રહે. કોઠારીયા મેઇન રોડ કેદાર ગેટ શેરી નં-૮ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો અને કોને આપવા માટે જતો હતો તે દિશામાં ટંકારા તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ આર.એન. કંજારિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા રામજીભાઈ રૂપાભાઈ ઉઘરેજા જાતે કોળી (૫૫) નામના આધેડે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રેટા ગાડી નંબર જીજે ૩૬ એફ ૮૬૮૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, માથક રોડ કડીયાણા ગામની નજીક કારના ચાલકે બેફિકરાયથી પોતાની ગાડી ચલાવી હતી અને ફરિયાદીના બાઈક નંબર જીજે ૩૬ એન ૬૬૩૯ ને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી રામજીભાઈ તથા તેની સાથે બાઈકમાં બેઠેલા સોમાભાઈને શરીરને નાના મોટી ઈજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને ગાડીનો ચાલાક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News