મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે મયંકભાઈ નાયકને મોરબીના વ્યાસ પ્રગતિ મંડળના અભિનંદન


SHARE













રાજ્યસભાના ભાજપના ઉમેદવાર તરીકે મયંકભાઈ નાયકને મોરબીના વ્યાસ પ્રગતિ મંડળના અભિનંદન

રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ દ્વારા ચાર નામોની જાહેરાત કરવામાં આવી છે. તેમા મયંકભાઈ નાયકનુ ડબલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોવા છતાં પણ જીવનમાં ખુબ સંઘર્ષ કરી ચુકેલા મયંકભાઇ ભાજપના પાયાના પથ્થર અને રોમેરોમથી ભગવા રંગે રંગાયેલા છે તેઓ હાલમાં ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ગાંધીનગર લોકસભાના પ્રભારીની જવાબદારીઓ સુપેરે નિભાવી રહ્યા છે.

સાબરકાંઠા ઓ.બી.સી. સમાજના પ્રભારી, ત્યારબાદ પાટણ લોકસભાના પ્રભારી, ત્યારબાદ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે મયંકભાઈ નાયકે ગૌરવપૂર્ણ પદ પર રહી ચુક્યા છે તદુપરાંત વેવકાનંદ યાત્રા, નરેન્દ્રભાઇ મોદીની સદભાવના યાત્રા, મેરી માટી મેરા દેશ ગુજરાતના ઇન્ચાર્જ રહી સફળતા પુર્વેક કામગીરી કરી ચુક્યા છે. આજે નાયક, ભોજક કે વ્યાસ સમાજમાંથી ૭૫ વર્ષે પણ કોઈ રાજ્યસભા સુધી નથી પહોંચી શક્યું ત્યારે પોતાની નિષ્ઠા, અથાગ પરિશ્રમ અને તન મન ધનથી ભાજપ પાર્ટીને સમર્પિત એવા નાયક, ભોજક, વ્યાસ જ્ઞાતિના ગૌરવ સમા મયંકભાઇ નાયકને મોરબીના વ્યાસ પ્રગતિ મંડળ દ્વારા અભિનંદન સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી છે






Latest News