વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામે ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી !: બે શખ્સોની ધરપકડ


SHARE







ટંકારાના નેકનામ ગામે ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી !: બે શખ્સોની ધરપકડ

ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી તૈયાર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગેસના બાટલા અને ચૂલો વગેરે મળી આવતા પોલીસે ૧,૬૬૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બે શખ્સોની ધરપકડ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા બીજલભાઇ પરમારના ઘરની અંદર દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૨૦ લીટર તૈયાર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો દોઢસો લીટર આથો તેમજ ગેસનો બાટલો, ગેસનો ચૂલો વગેરે મળીને કુલ ૧,૬૬૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી બીજલભાઇ ભારમલભાઈ પરમાર જાતે ભીલ (૩૨) રહે. નેકનામ અને સંજયભાઈ દિનેશભાઈ વરાણીયા જાતે કોળી (૨૯) રહે. લીલાપર રામાપીરના મંદિર સામે મોરબી વાળાની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી
વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા જનકબેન ભીમાભાઇ હડાલી (૨૩) નામની મહિલા કોઈ કારણોસર ૧૭ તારીખના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને બેભાન થઈ જતાં તેને મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકાની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે તજવીજ શરૂ કરી હતી

બાળક સારવારમાં
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામેથી વાઘેલા હિતેશ મહેશભાઈ (૭) રહે. શક્તિ પ્લોટ મોરબી વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News