મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય ઝેરી કેમિકલ નાખી પર્યાવરણ બગાડનારને શા માટે મદદ કરે છે?: આમ આદમી પાર્ટી-ઇન્ડિયન હ્યુમન રાઇટ એસો.નોસવાલ


SHARE













મોરબીના ધારાસભ્ય ઝેરી કેમિકલ નાખી પર્યાવરણ બગાડનારને શા માટે મદદ કરે છે?: આમ આદમી પાર્ટી-ઇન્ડિયન હ્યુમન રાઇટ એસો.નોસવાલ

મોરબી ના ધારાસભ્ય અવાર નવાર વિડિયો જાહેર કરી પોતે દરેક ને મદદ કરે છે એવી ખોટી ડંફાસ મારી મોરબી માળિયા ની પ્રજા ને શું મૂર્ખ સમજે છે ? તેવો ઇન્ડિયન હ્યુમન રાઇટ એસો. અને આમ આદમી પાર્ટીના જિલ્લા તેમજ શહેરના આગેવાનોએ આક્ષેપ કરેલ છે અને જ્યારે જ્યારે પ્રજા વીરોઘી કાંડ બહાર આવે તેમાં મોરબી ના ધારાસભ્યની સંડોવણી ના હોય તેવું બન્યું નથી તેવુ કોંગ્રેસના આગેવાનોએ કહ્યુ છે

ભૂતકાળ માં વ્યાજ વટાવના ઘઘાં ની વાત હોય તો એમાં  પણ તેમનું નામ જાહેર થયેલ તેવી જ રીતે દુકાન ખાલી કરાવવા નું કામ હોય તો તેમાં પણ તેઓ દુકાન ખાલી કરવા માટે બેફામ ગાળો આપતા હોય તેવા કોલ રેકોર્ડિંગની કિલ્પ પ્રજાને સાંભળવા મળેલ ત્યાં પાછું ઘુટુ ગામ પાસે કોઈ માણસ ટેન્કર દ્વારા ગામ ના પાણી અને પર્યાવરણ બગાડવા માટે કેમિકલ્સ ભરેલ ટેન્કર ખાલી કરવા આવેલ ગામના જાગૃત લોકોએ ટેન્કર ને પકડી પાડેલા પરંતુ જે વિભાગ ની જવાબદારી છે તે જી.પી.સી.બી. અને પોલીસ વિભાગ આ કામગીરી કેમ નથી કરતા? તેઓ આવા ઘંઘા કેમ ચાલવા દે છે? એ પણ વિચાર માંગી લે તેવી વાત છે ગ્રામજનો એ પકડેલ ઝેરી કેમિકલ નું ટેન્કર અને માણસોને છોડાવવા અને તેના બચાવ માટે મોરબીના  ધારાસભ્ય આવે તે કેટલી શરમજનક બાબત છે

તમામ કાળા અને પ્રજા વિરોધી કામગીરીમાં મોરબી ના ધારાસભ્યની ક્યાંક ક્યાંક સંડોવણી બહાર આવે છે તો મોરબીની પ્રજા એ તમને આ માટે મત આપી ચૂંટેલ છેકે તમો મોરબી માળિયા ની પ્રજા ના સ્વસ્થ્ય સાથે ખેલ કરો આવા ઝેરી કેમિકલને કારણે રોગચાળો ફેલાય છે જમીન ખરાબ થાય છે સાથે મૂંગા પશુ જીવજંતુ પણ મરણ પામે છે સાથે પર્યાવરણ ને પણ પારાવાર નુકસાન થાય છે ત્યારે આવા ઝેરી કેમિકલ જ્યાં ત્યાં નાખતા લોકો ને સજા આપવાને બદલે સાથ આપવા ધારાસભ્ય કેમ આગળ આવે છે.? આ બાબતે તો અધિકારીઓ પાસે કડક કાર્યવાહી કરાવી જોઈએ જેથી આવા લોકો ફરી વખત જ્યાં ત્યાં ઝેરી કેમિકલ ઠાલવે નહીં અને પર્યાવરણને નુકસાન ન કરે તે જોવું જોઈએ પણ અહી તો રક્ષક જ ભક્ષક નીકળે ત્યારે પ્રજા ફરિયાદ પણ કોને કરે? પ્રજાના પ્રતિનિધિ તરીકે પ્રજાના સાથે ઉભુ રહેવું જોઈએ તેના બદલે મોરબીના ધારાસભ્ય ગેર કાયદેસર ધંધા કરતા લોકો સાથે ઊભા રહે છે તે તેમના માટે શરમજનક બાબત કહેવાય.

ઝેરી કેમિકલ ગમે ત્યાં ઠાલવતાં લોકો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં કરવામાં આવે તેવી રજૂઆત મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી ભાવિન ફેફર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ ગિરીશ પેથાપરા મોરબી તાલુકા પ્રમુખ અશોક રૂપાલા તાલુકા પ્રભારી દિલીપ ભોરણીયા મોરબી શહેર પ્રમુખ હિતેશ ભટ્ટ વગેરેની પ્રેસ યાદી જણાવે છે આવી જ રીતે ઇન્ડિયન હ્યુમન રાઇટ એસો.માં પ્રભારી જે.કે. છૈયા સર, જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ કચોટ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, ગીરીશભાઈ પેથાપરા, ભરતભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વિરમગામા, વિજયભાઈ ડાંગર, વિજય કુમાર બોપલિયા, વિરજીભાઈ ચાવડા, દિલીપભાઈ ડાંગર, હર્ષભાઈ ફુલતરીયા, ભાવિનભાઈ ફેફર, મનીષભાઈ હોથી, અશોકભાઈ રૂપાલા, શેખ ફકીર અસલમ, ગોપાલભાઈ સીતાપરાની યાદીમાં જણાવ્યું છે






Latest News