મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી
Breaking news
Morbi Today

નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!


SHARE













નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!


મોરબી પાલિકા દ્વારા જૂના મોરબીમાં જે ખુલ્લી ગટર આવેલ છે તેની સફાઈ તો સવારે કરાવવામાં આવે છે જો કે, ગટરની સફાઈ બાદ જે કચરો બહાર કાઢવામાં આવેલ હોય છે તે કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી જેથી કરીને લોકોને ગંદકી સહન કરવી પડે છે જેથી કરીને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને તે વિસ્તારના એક જાગૃત નાગરિક દ્વારા પાલિકાના કોન્ટ્રાકટર સાથે ગટર સફાઈ બાબતે વાત કરવામાં આવી હતી તેનો વિડીયો હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે જેમાં કોન્ટ્રાકટરના કહેવા મુજબ કચરો ઉપાડવા માટેની લારીના અભાવ સવારે કાઢેલ કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી તેવું કોન્ટ્રાકટર બોલે છે વધુમાં તેને એવું પણ કહ્યું હતું કે, તેની પાસે કચરાના નિકાલ માટે હાલમાં ૧૫ લારી છે અને તેઓને ૩૦ થી વધુ લારીની જરૂર છે જે અંગેની તેને પાલિકામાં રજૂઆત કરી જ છે પરંતુ લારી મળેલ નથી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પાલિકાની તિજોરી સાફ છે તેવું કહેવામા આવી રહ્યું છે ત્યારે પાલિકાએ હવે સાવ નાદારી નોંધાવી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News