નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!
મોરબીમાં ઝઘડાનું સમાધાન કરતાં સમયે યુવાન ઉપર છરી વડે હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ
SHARE
મોરબીમાં ઝઘડાનું સમાધાન કરતાં સમયે યુવાન ઉપર છરી વડે હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ
મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ચાની હોટલ પાસે ઝઘડાનું સમાધાન કરવા માટે થઈને યુવાન સાથે વાત કરતાં હતા ત્યારે યુવાન અને તેના મિત્રને પાંચ શખ્સો દ્વારા જ્ઞાતિ વિષે અપશબ્દો કહીને અપમાનિત કરવામાં આવ્યા હતા અને યુવાન ઉપર છરી વડે હુમલો કરી બંને પગમાં ઈજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધી આરોપી અને પકડવા માટે તજવીજ શરૂ કરી છે॰
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ બૌદ્ધનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ મૂળજીભાઈ સોલંકી (૨૫)એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધવલભાઇ દીપકભાઈ પરમાર, ઈરફાન મુસ્લિમ, રોહિત ઉર્ફે ટકો પ્રજાપતિ, ધ્રુવ દામજીભાઈ મકવાણા અને એક અજાણ્યો માણસ આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી યુવાને તેના મિત્ર સાથે ઈંડાની લારીએ જમવા માટે થઈને ગયો હતો ત્યારે ત્યાં આરોપી ધવલ પરમાર સાથે ધ્રુવ મકવાણાને ઝઘડો થયેલ હતો જે ઝઘડામાંથી છૂટા પાડી મૈત્રી ચા ની હોટલે ચા-પાણી કરી સમાધાન બાબતે વાત કરતા હતા ત્યારે ધવલ પરમારએ તેના ઝઘડામાં બહારથી ફોન કરીને તેના મિત્ર ઈરફાન, રોહિત અને એક અજાણ્યા માણસને બોલાવ્યા હતા અને ત્યારે ફરિયાદી યુવાન તથા સાહેદ પ્રકાશને માર માર્યો હતો અને જાતિ વિશે અપશબ્દો કહ્યા હતા અને અપમાનિત કર્યા હતા અને ત્યારબાદ ફરિયાદી યુવાનને પગે છરી વડે હુમલો કરીને બંને પગમાં ઇજા કરી હતી તેમજ ધ્રુવ દામજીભાઈ મકવાણાએ ફરિયાદી યુવાનને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) (એસ), ૩(૨) (૫-એ) તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.









